Wednesday 24 December 2014

BANARAS KI SADI...બનારસી સાડી ખરીદવા મદદ લેવી પડશે પોસ્ટ ઓફિસની!






દેશભરમાં પ્રખ્યાત બનારસી સાડીઓ હવે 'ઓનલાઇન' મળશે. ભારતીય ટપાલ વિભાગે આ બનરસી સાડીઓનું  ઓનલાઇન વેચાણ શરૂ કર્યુ છે. આ શરૂઆત વડાપ્રધાન મોદીના  સંસદીય ક્ષેત્ર વારાણસી સહિત અન્ય ક્ષેત્રોના વણાકરો માટે સારી  બાબત છે. ટપાલ વિભાગના અધિકારીઓ અનુસાર બનારસી સાડીઓને દેશમાં  જ નહીં વિદેશોમાં પણ પહોંચાડવા માટે ટપાલ વિભાગે સ્નેપડીલ  રિટેલ ઓનલાઇન વેબસાઇટ સાથે સમજુતી કરાર કર્યા છે જેના અંતર્ગત એક ઓનલાઇન પોર્ટલ બનાવવામાં આવી છે જેની શરૂઆત  25 ડિસેમ્બરથી થશે.

આ રીતે બનારસી સાડી અને વણકરોની એક મંચ પૂરું  પાડી વચેટિયાઓને પણ દૂર કરવાનો પ્રયાસ કરાયો છે. આ માટે જે વણકર અથવા ફર્મ બનારસી વસ્ત્રોનું ઓનલાઇન વેચાણ  કરવા માગતા હશે તેઓ મુખ્ય ટપાલ કચેરીમાં પોતાની નોંધણી  કરાવી શકશે. તેઓને સ્નેપડીલના અધિકારી સાથે મળશે અને ઉત્પાદિક ચીજોનું મૂલ્ય પણ નક્કી કરશે. વેચાણ માટે સાડી કે  અન્ય બનારસી ચીજનું વિવરણ ફોટો વગેરે તમામ માહિતી  વેબસાઇટ પર ઉપલબ્ધ કરાશે અને જે તે ચીજનો ઓર્ડર મળતા જ  ટપાલ વિભાનગા માધ્યમથી એક સંદેશો જે તે વણકર અથવા  ફર્મને મળશે અને એ સાડીને કે ચીજને ટપાલ કચેરીમાં લાવીને  સ્પીડ પોસ્ટ સેવાના માધ્યમથી ખરીદનાર સુધી પહોંચાડવામાં  આવશે.
 
સ્પીડ પોસ્ટલ પાર્સલ મોકલવાના કારણે ગ્રાહકોને ઝડપી સેવા મળશે અને એડવાન્સમાં કિંમતની ચૂકવણીથી સાડી ખરીદનારને  સોંપવામાં આવશે. ટપાલ વિભાગની આ એક મહત્વાકાંક્ષી યોજના છે. આ માટે  વણકરો પાસેથી કોઇપણ ખર્ચ લેવામાં નહીં આવે અને તેનો હેતુ  વણકરોને વધુમાં વધુ લાભ આપવાનો છે અને તેમની ચીજ યોગ્ય  કિંમતે વેચાણ કરવાનો છે.

No comments:

Post a Comment