Friday 7 February 2014

9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર

9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર 
'કુછ તેરે મૌસમ હી મુજે કમ રાસ આએ..ઔર કુછ મેરી મિટ્ટીમેં બગાવત ભી બહોત હૈ..'
 આ શેર અંગદ દરયાનીના દિલની વાત કહેવા માટે પૂરતો છે. નવમાં ધોરણમાંથી તેણે શાળા છોડી દીધી અને તેનુ કારણ હતુ કે સ્કુલમાં તો એ જ શીખવાડવામાં આવે છે, જે પુસ્તકોમાં છે. તેથી કંઇક નવુ કરવુ જોઇએ, આ વાતાવરણ માટે હું આવ્યો હોઉ તેવુ લાગતુ નથી. તેના મમ્મી પપ્પાને પણ આશ્વર્ય થયુ કે ક્લાસમાં ટોપ 3 માં આવતો તેમનો દીકરો સ્કુલ શા માટે છોડી દે ? પણ તેણે આ નિર્ણયને ટૂંક સમયમાં સાચો ઠેરવી દીધો જ્યારે તેણે લોકો સામે પોતાની આવડત એક શોધના રૂપે દેખાડી. 13 વર્ષની ઉંમરે તેણે સસ્તુ 3ડી પ્રિન્ટર બનાવીને દેખાડી દીધુ હતુ. આ હકીકત આજુબાજુ ના દરેક વ્યક્તિને ચોંકાવી દેવા મજબૂર કરી દે તેવી હતી. પણ તેના માતા પિતાને હવે ગર્વ છે, અને અંગદ પણ તેના પરિવારજનો ની આશાઓ સાકાર કરતો જાય છે. આમ તો 3ડી પ્રિન્ટર અગાઉ બની ચૂક્યા છે, પણ અંગદે તૈયાર કરેલા 3ડી પ્રિન્ટરમાં એક ખાસિયત છે.
9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર
મુંબઇમાં રહેતા અંગદે નિર્માણ કરેલા 3 ડી પ્રિન્ટરની ખાસિયત છે કે એ ખૂબ સસ્તુ છે. તેના નિર્માણ પાછળ માત્ર 40 હજાર રૂપિયાનો ખર્ચો થાય છે. અંગદનો ઉદ્દેશ્ય એકદમ સટીક હતો, કે આ પ્રિન્ટર મધ્યમ વર્ગના લોકો સુધી પણ પહોંચે. તે સિવાય અંગદે ઇન્ટરવ્યુમાં જણાવ્યુ હતુ કે અત્યારે કોઇ પણ બેઝિક 3ડી પ્રિન્ટર લેવા માટે 1 લાખ સુધીનો ખર્ચો થાય છે. પણ તેનાથી અડધા ખર્ચામાં તે નિર્માણ કરી શકે છે. તેના 3ડી પ્રિન્ટરનુ નામ 'રેપ રેપ શાર્ક બોટ' છે જેને તે વધુમાં વધુ 20000 ની કિંમતમાં માર્કેટમાં વેચાણમાં મુકવા માગે છે. અંગદના દાવા પ્રમાણે આ પ્રિન્ટર ધાતુ સિવાય કોઇ પણ ચીજની 3ડી પ્રિન્ટ કાઢી બતાવે છે.અંગદના જણાવ્યા પ્રમાણે ભારતમાં દરેક ચીજો 3ડી પ્રિન્ટર બનાવવા માટે મળી રહે છે. વાત અહીંયાજ નથી અટકતી,અંગદના નામે વધુ એક સિધ્ધી છે જે પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ખુબ અગત્યની સાબિત થઇ શકે છે.
9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર
અંગદે વર્ચ્યુઅલ બ્રેઇલરનુ નિર્માણ કર્યુ છે. આ એક ઇ-રીડર છે જેની મદદથી પ્રજ્ઞાચક્ષુ લોકો કોઇ પણ માહિતી વાંચી શકે છે. તેની કાર્યપધ્ધતિ વિશે અંગદે જણાવ્યુ છે. જે મુજબ વર્ચ્યુઅલ બ્રેઇલર રોમન ઇંગ્લિશ સ્ક્રીપ્ટને બ્રેઇલમાં રૂપાંતરિત કરી નાખે છે. અને આપણે જાણીએછે તેમ બ્રેઇલ લિપી ટપકાના સ્વરૂપે ઉપસેલી હોય છે, તેથી આ રીડરમાં પણ તે પડની ઉપર ઉપસી આવે છે. આ રીતે તેને વાંચી શકાય છે. વર્ચ્યુઅલ બ્રેઇલના નિર્માણમાં અંગદની સાથે તેના સાથીઓ વિજય વરાડા, રાઘવેન્દ્ર અને અંકિત પ્રજાપતિએ પણ મદદ કરી છે. અગાઉ પ્રજ્ઞાચક્ષુ લોકો માટે ઉપયોગી થઇ શકે તેવી ટેક્નોલોજી સંદર્ભ માં હૈદરાબાદમાં યોજાયેલા એક સેમિનારમાં હાજરી આપ્યા બાદ અંગદને વર્ચ્યુઅલ બ્રેઇલ બનાવવાનો વિચાર આવ્યો હતો.
9 માં ધોરણમાં શાળા છોડી દીધી અને બનાવ્યુ સૌથી સસ્તુ 3ડી પ્રિન્ટર
અંગદે ઘણા મેટ્રોનિક્સ પ્રોજેક્ટ્સ પર કાર્ય કર્યુ છે. વર્ચ્યુઅલ બ્રેઇલર ની સાથે સોલાર પાવર થી ચાલતી વોટર બોટ અને ઓટોમેટેડ ગાર્ડનીંગ સિસ્ટમ વિકસિત કરી છે, જેનુ નામ છે , ગાર્ડીનો. ઇનોવેટર્સ ક્લબ ઓફ ઇન્ડિયામાં તે રોબોટિક્સ અને ઓટોમેશન પર રિસર્ચ કરે છે. મુંબઇમાં માર્કર્સ અસાયલમનો તે કો ફાઉન્ડર છે. હંમેશા રિસર્ચ અને ઉપયોગી થાય તેવી ટેક્નોલોજીના વિષયો પર તે રચ્યો પચ્યો રહે છે. તેણે ઉપયોગી થાય તેવી અલગ અલગ કીટના નિર્માણ માટે એક કીટ કંપનીની સ્થાપના પણ કરી છે. શાર્ક પ્રત્યે અનહદ પ્રેમ હોવાથી કંપનીનુ નામ પણ શાર્ક કીટ્સ રાખ્યુ છે. ઉદ્દેશ્ય સાફ છે કે દરેક બાળકને ક્વોલીટી ઉત્પાદ સસ્તી કિંમતે મળે, કારણ કે હર કોઇ ઉંચી કિંમત આપી શકતો નથી. અત્યારે અંગદ કામકાજની સાથે ઘરે પોતાની સ્ટાઇલમાં અભ્યાસ કરી રહ્યો છે.

No comments:

Post a Comment