
કહેવાય છે ને કે પ્રેમ આંધળૉ હોય છે. એક શોધતાં આવા હજાર કિસ્સાઓ સાંભળવા
મળે છે અને ઘણા તો સાબિત પણ કરી દે છે કે ખરેખર પ્રેમ આંધળો જ હોય છે. આવી જ
એક પ્રેમ કહાની પાનીપત વિસ્તારમાં ચર્ચાના કેન્દ્રમાં છે. દીકરીની ઉંમરના
એક સાવ ગામડીયા ખેડૂતના પ્રેમમાં અમેરિકાની એક હાઇ-ફાઇ મહિલા દેશ અને
પરિવારને છોડી ભારત આવી છે અને લગ્ન કરે બન્ને ખેડૂતનું જીવન જીવી રહ્યા
છે. જેને સુખ સુવિધાઓ વિના જરાય ચાલતું નહોતું તે આજે કોઇ પણ જાતની સુવિધાઓ
વગર ગાડું, ગોબર, ખેતર અને ઘરના રોજિંદા કામોમાં વ્યસ્ત રહે છે. તેને
જોઇને કોઇ કહી ના શકે કે તે આધુનિક હશે. માની લો કે એક ચૂટકી સિંદૂરે તેની
આખે જિંદગી બદલી નાખી છે. તેમની મુલાકાત
ફેસબુક પર થઇ હતી.

Adriana Peralની ઉંમર 41 વરસની છે. ગયા ઓગસ્ટમાં તે દેહ્દ અને પરિવાર
છોડીને પોતાના દીકરીની ઉંમરના એક યુવાનને પામવા અમેરિકાથી ભારતના એક
ગ્રામ્ય વિસ્તારમાં આવી ગઇ હતી.
ફેસબુક્માં
પ્રેમમાં પડી તે પ્રેમીનું ઘર વસાવવા એક અલગ જ દેશ, અલગ જ સંસ્કૃતિમાં આવી
પહોંચી હતી. ભારત આવ્યા બાદ તરત જ તેણે 25 વરસના મુકેશ કુમાર સાથે ઘર
માંડ્યું હતું. હરિયાણાના એક ગામમાં તે આજે એક સંપૂર્ણ ભારતીય પત્ની બની
તમામ જવાબદારીઓ નિભાવી રહી છે.
એક હતું કેલિફોર્નિયા જ્યાં તે રોજ મજા માણતી હતી પાર્ટીઓની અને એ પણ ટૂંકા
વસ્ત્રોમાં અને આજે તે સલવાર-કમીઝમાં ચૂલો સળગાવે છે, પતિ સાથે ગાડામાં
બેસી ખેતરે જાય છે, સાસુ સાથે લસ્સી બનાવે છે, ગાયો-ભેંસોના છાણ ભેગાં કરે
છે અને એ પણ હસતાં-હસતાં. તેને અગાઉના લગ્નથી એક દીકરી છે અને તે
અમેરિકામાં રહે છે. તેની ઉંમર તેના પતિ જેટલી જ હશે. તે કહે છે કે, હું
મુકેશ સાથે નવી જિંદગીથી બહુ જ ખુશ છું. હું દુનિયાની કોઇ પણ વસ્તુને આની
સામે ઉભી પણ ના રાખું. તે કબૂલ કરે છે કે અમેરિકામાં તેને અનેક સંબંધો હતા
પણ સાચો પ્રેમ નહોતો મળ્યો.
ફેસબુક
પર મુલાકત થયા બાદ એક સાંજે મુકેશે ફોન કરીને તેની સમક્ષ પ્રેમનો એકરાર
કરી લીધો હતો. ફેસબુક અને ફોન પરની મુલાકાતો દરમિયાન જ તેણે નિર્ણય લઇ લીધો
હતો કે તે હવે ભારત જશે. જ્યારે તેણે પોતાનો નિર્ણય ઘરવાળાઓને સંભળાવ્યો
ત્યારે બધા બહુ જ નવાઇ પામ્યા હતા. તેણે 25 વરસની દીકરીને પણ છોડવા વિચારી
લીધું હતું. બધાને એ ચિંતા હતી કે ભારતમાં મહિલાઓ બહુ સલામત નથી.

તે કહે છે કે, ઘણાને એમ લાગતું હતું કે મુકેશ કોઇ ખોટો વ્યક્તિ છે અને
છેતરપિંડી કરે છે. તે જ્યારે મને લેવા દિલ્હીના એરપોર્ટ પર લેવા આવ્યો
ત્યારે જાણે મને એમ લાગ્યું હતું કે મેં દુનિયા જીતી લીધી છે. પણ કલ્ચર
વાળી સમસ્યા સામે મોં ફાડીને જ ઉભી હતી. તે થોડીવારમાં જ એક ખેતરમાં બનેલા
ઘરમાં ઉભી હતી. ઘરની અંદર ટોઇલેટ નહીં, બાથરૂમમાં બકેટ નહીં અને ચારેબાજુ
ફરતી ભેંસો અને ગાયો. તેની માટે આખું વાતાવરણ જ સાવ અલગ હતું.

તે કહે છે કે, અહીં તો બધાએ બધા કપડાં પહેરી રાખવા પડતા હતા. ઘરની બહાર
સ્ટ્વ પર રાંધવાનું હોય, બળદગાડામાં ફરવાનું હતું. પહેલીવાર મનેલાગ્યું
હતું કે હું કેવી રીતે રહીશ પણ ખુશ રહેવા માટે સિખ સુવિધાઓ હોવી બહુ જરૂરી
નથી હોતી. પણ સૌથી મોટી સમસ્યા હતે મુકેશનો પરિવાર અને સ્થાનિક સમાજ અપનાવી
લે તે. તેણે ઉંચી એડીને વિદાય આપી. સાડી પહેરવાની શરૂ કરી, માથે ઓઢવાની
શરૂઆત કરી. લોકો પણ તેને આંખો ફાડી-ફાડીને જોતા હતા.


સમય સાથે બન્ને એ જાણે એકબીજાને સ્વીકારી લીધા. ખુશી સાથે તે કહે છે કે,
મારે એક તો ભારતીય કપડાં પહેરવાના હતા અને થોડી ઘણી હિન્દી પણ શીખવાની હતી.
નાઇટ પાર્ટીઓ ભુલી જવાની હતી. ગત વરસે નવેમ્બરમાં મુકેશ અને એડ્રિઆનાએ
હિન્દુ વિધિથી લગ્ન કર્યા. જ્યાં જાતિ બહર લગ્ન પણ હોબાળો મચાવી દે ત્યાં આ
પ્રસંગ દેશના મિડીયામાં પણ ચમક્યો.

મુકેશ ભાંગીતુટી અંગ્રેજી બોલે છે. તે કહે છે કે, તે બહુ જ સારી પત્ની છે.
તે ઘરના બધા જ કામ કરે છે. ઘણીવાર મારી માતા ડીશ ધોતી હોય તો તે છીનવી લે
છે અને કહે છે કે આ તો મારે કરવાનું છે. મને ખુબ આનંદ છે કે તેની સાથે લગ્ન
કર્યા. મુકેશના મમ્મી અને એડ્રિયાનાના સાસુ બિમલા દેવી 70 વરસના છે.
તેમણે આશિર્વાદ તો આપ્યા છે જ, સાથે-સાથે વહુને બધું જ ઘરકામ પણ શીખવાડે
છે. બિમલા દેવી કહે છે કે, સારૂં થયું કે વિદેશી વહુ આવી. મને બહુ જ માન
આપે છે. જો કોઇ ગામની જ છોકરી હોત તો કદાચ આટલા બધા માન આપતી કે નહીં એ
સવાલ છે. હવે બધાની એક જ ઇચ્છા છે કે ઘોડિયું બંધાય.











