ચેનલના આ શો માટે હરભજનસિંહ એક દિવસ માટે સામાન્ય માણસ બન્યો હતો. તે શહેરમાં બિસ્કીટ વાળા રામ અવતારની ભૂમિકા નિભાવી રહ્યો છે. પોતાની પર્સનાલિટી છોડીને તે કોઈ પબ્લિસીટી સ્ટંટ કરી રહ્યો નથી. હરભજન રામ અવતાર બનીને કેન્સર પીડિત તેની પત્ની મંજૂ માટે પૈસા ભેગા કરી રહ્યો છે.
હરભજને આ વિશે જણાવ્યું હતું કે, ઘણી મુશ્કેલીથી પોતાના સપનાઓ પુરા કર્યા હતા. હવે બીજાના સપનાઓ પુરા કરવાની તક છે. એ માટે હુ આવો વેશ ધારણ કરીને બિસ્કીટ અને નમકીન વેચી રહ્યો છું. મારા પૈસા અને પર્સનાલિટી છોડી કોઈ જરૂરિયાતવાળા લોકોની મુશ્કેલીનો ભાગ બન્યો હતો. આ શો ‘મિશન સપને’ એપ્રિલમાં શરૂ થશે. આ શોમાંસલમાન ખાન, વરુણ ધવન, મીકા સિંહ જેવા બોલિવુડ, ટીવી એક્ટર અને સ્પોર્ટ્સથી લઈને મ્યૂઝિક સાથે જોડાયેલા લોકો ભાગ લેશે

No comments:
Post a Comment