Tuesday 28 January 2014

આ દેશમાં છે સૌંદર્યની ખાણ, મફતમાં લૂંટી લ્યો લૂંટાઇ એટલું

PIX: આ દેશમાં છે સૌંદર્યની ખાણ, મફતમાં લૂંટી લ્યો લૂંટાઇ એટલુંવેનેઝુએલા એક એવો દેશ છે જ્યાં માત્રને માત્ર સુંદરીઓ પાકે છે
લગભગ ૩ કરોડની વસતિ ધરાવનારા આ દક્ષિણ અમેરિકાના દેશને સત્તાવાર રીતે બોલીવેરીયન રિપબ્લિકન ઓફ વેનેઝુએલા કહે છે. કુદરત આ દેશ પર ચારેય હાથે મહેરબાન હોય તેવું લાગે છે. વેનેઝુએલાની ધરતીમાં તેલના અખૂટ ભંડાર ભર્યા છે. અને તેથી જ ક્રૂડતેલના બળ ઉપર તેના ક્રાંતિકારી નેતા હ્યુગો શાવેઝ જીવ્યા ત્યાં સુધી અમેરિકાની ઐસી તૈસી કરતા આવેલા. એ છતાં પણ અમેરિકા તો 'વાણિયાગત’ વાળો દેશ છે. હ્યુગોની મૈયતમાં ત્રણ ત્રણ અમેરિકન એલચીઓ ગયેલા. ભ્રષ્ટાચારે આ દેશને ૧૯૯૨માં ભરખી લીધેલો. બદતમીઝ પ્રમુખ કાર્લોસ પેરેઝે દેશના ધનની લૂંટ ચલાવી ત્યારે ક્રાંતિ કરીને જનતાના નેતા તરીકે હ્યુગો શાવેઝ જે માત્ર એક સાધારણ સૈનિક હતો તે સાચો દેશ નેતા બન્યો.

અમેરિકા સામે બાંયો ચઢાવવા આ દેશ કાયમ તૈયાર રહે છે. તાજેતરમાં જ અમેરિકાના સૌથી મોટા દુશ્મન ગણાતા વ્હિસલબ્લોઅર એડવર્ડ સ્નોડેન હાલમાં મોસ્કોના ટ્રાંસિટ વિસ્તારમાં છે અને અનેક દેશો પાસે આશ્રયની વિનંતી કરી હતી. ભારત સહિત અનેક દેશોમાં તેણે પોતાના કાયદાકીય સલાહકાર દ્વારા અરજી કરી હતી પણ લગભગ મોટાભાગના દેશોએ તેની વિનંતીને ફગાવી દીધી ત્યારે વેનેઝુએલા અને નિકારાગુઆએ તેને માનવતાના ધોરણે આશ્રય આપવાની ઓફર કરી હતી.

No comments:

Post a Comment