Tuesday 21 January 2014

(Ranchi's couple)પાર્કમાં લેતા હતા એકાંતનો ગેરલાભ, કાઢી છોકરીની અક્કડ

PICS: પાર્કમાં લેતા હતા એકાંતનો ગેરલાભ, કાઢી છોકરીની અક્કડ
રાજધાની રાંચીમાં છોકરીઓ અસલામત બની રહી છે. છેડતીની સામે અભિયાન ચલાવવાની આડમાં રાંચી પોલીસ છાશવારે પાર્ક્સમાં અને એકાંતમાં પ્રેમાલાપ કરી રહેલા પંખીડાઓને નિશાન બનાવે છે. એટલું જ નહીં, તેમની ઉપર ધાક પણ જમાવે છે. 
 
કેટલાક આવારા તત્વોના કારણે સામાન્ય યુવક-યુવતીઓને સજા ભોગવવી પડી રહી છે. પીડિત કપલ્સના કહેવા પ્રમાણે, પોલીસ તેમને ઉઠાવીને તેમને કનડી રહી છે. આવું જ અભિયાન રાજભવન પાસે આવેલ  સિદ્ધુ કાનહૂ પાર્ક તથા માછલી ઘરમાં પોલીસે હાથ ધર્યું હતું. પોલીસે અચાનક રેડ કરી હતી. પ્રેમીજનોને પકડ્યા હતા અને તેમને ધમકાવવા લાગી હતી.
મહિલા પોલીસને સાથે રાખીને પોલીસે પાર્ક પર કાર્યવાહી હાથ ધરી હતી. એકાંતનો ગેરલાભ લઈ રહેલા પ્રેમીજનોને ઉઠાવ્યા હતા. તેમાંથી એક કપલ વાંધાજનક અવસ્થામાં હતું. પોલીસવાળાઓએ તેમને પાઠ ભણાવ્યો હતો. તેમણે બંનેને સામે-સામે ઊભા રાખીને એકબીજાના કાન પકડાવ્યા હતા અને ઉઠક બેઠક કરાવી હતી.બંને ખચકા હતા, પરંતુ તેમની પાસે કોઈ વિકલ્પ વધ્યો ન હતો અને ઉઠક-બેઠક કરી હતી. તેમને ચેતવણી આપીને છોડી દેવાયા હતા. 
 
મહિલા કોનસ્ટેબલ્સે પાર્કમાંથી એક કપલને ઝડપી લીધું હતું. પહેલા તો તેમને વઢ્યા હતા, માતા-પિતાને જાણ કરવાની ધમકી આપી હતી. બાદમાં તેમને ઉઠક-બેઠક કરવા કહ્યું હતું. મહિલા કોનસ્ટેબલે છોકરાને જવા દીધો હતો, પરંતુ છોકરીને સજા કરવાનું નક્કી કર્યું હતું. છોકરી થોડી જીદ્દી હતી. મહિલા કોનસ્ટેબલ્સના કારણે સહેલાઈથી માની ન હતી. પોલીસે છોકરીને બેસાડીને તેને ઉઠક-બેઠક કરાવી હતી. બાદમાં છોકરી પણ સ્થિતિને પામી ગઈ હતી અને ઉઠક-બેઠક કરવા લાગી હતી.PICS: પાર્કમાં લેતા હતા એકાંતનો ગેરલાભ, કાઢી છોકરીની અક્કડ

No comments:

Post a Comment