ઓગસ્ટમાં ભારતીય વાયુ સેનાએ ડીબીઓમાં હવાઈપટ્ટી પર માલવાહક વિમાન સુપર હરક્યુલરનું સફળ લેન્ડિંગ કર્યું હતું. આ હવાઇ પટ્ટી વાસ્તવિક નિયંત્રણ સીમા રેખાથી નવ કિલોમીટર જ દૂર છે. વાયુસેનાની માહિતી મુજ્બ, હરક્યુલસ શ્રેણીના વિમાનનું આટલા ઉંચા વિસ્તારમાં લેન્ડીંગ એક વિશ્વ વિક્ર્મ છે. આ વિમાન માત્ર દુનિયાના 11 દેશો પાસે જ છે. આ વિમાનના લેંન્ડીંગને ભારત તરફથી ચીનને પોતાનું શક્તિ પ્રદર્શન બતાવવા માટે કરાયાનું માનવામાં આવે છે.
પણ હકીકત એ છે કે ચીનની વાયુસેના ભારતીય એરફોર્સ કરતાં અનેકગણું તાકાતવર છે. ચીનની વાયુસેના ( પીપલ્સ લિબરેશન આર્મી એરફોર્સ) પાસે સિમીત અને મોટા એર ડિફેંસ ફોર્સથી માંડી આધુનિક હથિયારોથી સજ્જ એડવાંસ ફોર્સ છે. ચીનની વાયુ સેના પાસે 600 બોમ્બનો વરસાદ કરતાં વિમાન, 1300 લડાકૂ વિમાન, ચાર AWACS શ્રેણીના વિમાન છે. એ સિવાય પણ ટ્રાન્સપોર્ટ માટે 80 વિમાન, 10 ટેન્કર, સ્પેશિયલ મિશન માટે 30 વિમાન છે.
ચાર લાખ સૈનિકોની તાકાત ધરાવતી ચીની વાયુ સેના પાસે હવામાં માર કરતી મિસાઇલ સિસ્ટમમાં બે લાખ 10 હજાર લોકો કામ કરે છે. આ સિસ્ટમમાં હવામાં માર કરતાં 500 લોન્ચર, 16 હજાર એંટી-એરક્રાફ્ટ ગન છે. તેના એરબોર્ન ફોર્સમાં 24 હજાર લોકો કામ કરે છે.
No comments:
Post a Comment