Friday 24 January 2014

ભારતનું અદ્દભૂત હિલ સ્ટેશન, જાણો અહીંની ખાસિયતો...

PICS: ભારતનું અદ્દભૂત હિલ સ્ટેશન, જાણો અહીંની ખાસિયતો...સ્વિત્ઝરલેન્ડ કે નોર્વેના કોઈ શહેરને ટક્કર મારે તેવું આકર્ષક છે આ શહેર 
 
મનાલી. હિમાલયની ગોદમાં વસેલું એવું શહેર જેનો નજારો સ્વિત્ઝરલેન્ડ કે નોર્વેના કોઈ શહેરથી કમ આકર્ષક નથી. અહીં બારેય મહિના પર્યટકો આવતા રહે છે. દેશભરમાં રજાઓ ગાળવા માટે હિમાચલપ્રદેશનું મનાલી શહેર પ્રથમ પસંદગી બની રહે છે. દર વર્ષે લાખો લકો અહીં આવે છે. 
 
અહીં કુદરતે એવી અનેક ચીજો આપેલી છે, જે આ વિસ્તારને ખાસ બનાવે છે અને રજાઓને યાદગાર બનાવી દે છે. આ શહેરનો ઈતિહાસ પુરાણો અને સમૃદ્દ છે. PICS: ભારતનું અદ્દભૂત હિલ સ્ટેશન, જાણો અહીંની ખાસિયતો...
રોહતંગ પાસ. તેને ભૃગુ-તુંગના નામથી અગાઉ ઓળખવામાં આવતું. અહીંથી હિમાલ પર્વતમાળાના દુર્લભ દ્રશ્યો જોવા મળે છે. અહીં વાદળો કરતા પણ પર્વત ઊંચા દેખાય છે. રોહતંગ પાસમાં ટ્રેકિંગ અને સ્કિંગની આકર્ષક સગવડો મળેલી છે. દર વરસે હજારોની સંખ્યામાં પર્યટકો આ આકર્ષક નજારા અને એડવેન્ચર સ્પોર્ટ્સને માણવા આવે છે. 

No comments:

Post a Comment