Tuesday 21 January 2014

85 લોકોના ખિસ્સામાં છે દુનિયાની અડધી સંપત્તિ

દુનિયાની અડધી સંપત્તિના માલિક ફક્ત 85 ધનવાનો છે. દાઓસમાં વિશ્વ આર્થિક મંચની બેઠક અગાઉ વૈશ્વિક વિકાસ  સંગઠન (ઓક્સફેમ)ના રિપોર્ટ વર્કીંગ ફોર ધ ફ્યુમાં આ ઘટસ્ફોટ કરાયો છે. રિપોર્ટમાં વિકસિત અને વિકાસશીલ દેશોમાં આવકના વધતા જતાં અંતરનો પણ ઉલ્લેખ કરાયો છે. તેમાં જણાવ્યું છે કે ધનિકોએ આર્થિક રમતના નિયમો પોતાના હિતમાં કરવા તથા લોકતંત્રને નબળું પાડવાના આશય સાથે રાજકીય માર્ગ અપનાવ્યો છે. રિપોર્ટમાં 30 દેશોના આંકડા દર્શાવવામાં આવ્યા છે.

અહેવાલ મુજબ 1970ના દાયકા પછી 30માંથી 29 દેશોમાં ધનિકો પાસેથી લેવાતા વેરામાં ઘટાડો કરાયો છે. છેલ્લાં 25 વર્ષમાં પૈસા અમુક લોકો સુધી જ સીમીત થઈ ગયા છે. એક ટકા પરિવારો પાસે દુનિયાની લગભગ અડધી વસતિ (47 ટકા) જેટલી સંપત્તિ છે. ઓક્સફેમના કાર્યકારી નિદેશક બિની બાનચિમાએ કહ્યું કે આ આંકડા ચોંકાવી દેનારા છે.

દુનિયાના સૌથી ધનિક  વ્યક્તિ મોક્સિકોના કાર્લોસ સ્લિમ હેલુ છે. તેઓ ટેલિકોમ વિશ્વમાં રાજ કરે છે. તેમની પાસે 73 અબજ ડોલરની કુલ સંપત્તિ છે. લિલિએન બેટનકોર્ટ વિશ્વના બીજા ક્રમના સૌથી વધુ ધનિક છે. તેમની કુલ સંપત્તિ 32.2 અબજ ડોલર છે. લોરિયાલમાં પણ તેમનો હિસ્સો છે.

ગરીબો માટેના ખર્ચમાં ઘટાડો

ગરીબો માટે થતાં ખર્ચમાં ઘટાડો નોંધાયો છે. દસમાંથી સાત લોકો એવા દેશમાં રહે છે જ્યાં છેલ્લાં 30 વર્ષોમાં અસમાનતા વધી છે. બીજી બાજુ 26માંથી 24 દેશોમાં સૌથી ધનિક લોકોની આવકમાં એક ટકાનો વધારો થયો છે. આ આંકડા એવા દેશોના છે જેના વિશે 1980થી 2012ના આંકડા પ્રાપ્ત છે.

85 લોકોના ખિસ્સામાં છે દુનિયાની અડધી સંપત્તિ

No comments:

Post a Comment