Friday 24 January 2014

ફ્લાવર મેળામાં ખીલી સુરતી કળીયોઃ સુગંધી ફૂલોની માણી રંગત

ફ્લાવર મેળામાં ખીલી સુરતી કળીયોઃ સુગંધી ફૂલોની માણી રંગત
સુરત મહાનગરપાલિકા દ્વારા ગુરુવારથી શરૂ થયેલા બૂક ફેરમાં હર્બલ ફેર અને હેન્ડિક્રાફટ ફેરનું આયોજન પણ કરાયું છે. પહેલા દિવસે લગભગ વીસ હજાર સુરતીઓએ આ બુક ફેરની વિઝીટ લીધી હતી. બાગાયત મેળામાં ઘણી વેરાઈટીના ફલાવર્સ અને પ્લાન્ટ્સ એકિઝબિટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં તદ્દન અલગ કોન્સેપ્ટ લઈને તૈયાર કરાયેલી ગ્રીન વોલ પણ ડિસપ્લે કરવામાં આવી છે. આ ગ્રીન વોલ ઘરને કુલિંગ આપે છે. આ ઉપરાંત આ ફેરમાં આયુર્વેદિક પ્લાન્ટ્સ, સિઝનલ ફલાવર્સ અને તેની સાથે જ ઘણાં નવા પ્લાન્ટ્સ પણ ડિસપ્લે કરવામાં આવ્યા છે. જેની મોટી સંખ્યામાં સુરતી કોલેજના યંગસ્ટર્સ મુલાકાત લઈને માહિતી મેળવી હતી.

ઇશ્વરની કલર કોમ્બિનેશનની અદ્ભૂત સેન્સનું ઉદાહરણ ફૂલો છે. લાલ, લીલા, પીળા, ગુલાબી, ભૂરા, કેસરી આ બધા જ રંગોનું કોમ્બિનેશન એણે ખૂબ અદ્ભૂત રીતે કર્યું છે. આપણે ફૂલોને ફ્લાવરવાઝમાં મૂકી એનાથી ડ્રોઇંગરૂમના કોઇ ખૂણાને ડેકોરેટ કરીએ છીએ. ગમતી વ્યક્તિના હાથમાં ફૂલોનો બુકે મૂકી એના પ્રત્યેની આપણી લાગણીઓ વ્યક્ત કરીએ છીએ. ખુશ હોઇએ છીએ ત્યારે ફુલોથી ઘરને જીવંત કરી દઇએ છીએફ્લાવર મેળામાં ખીલી સુરતી કળીયોઃ સુગંધી ફૂલોની માણી રંગત
ટેરેસને ગાર્ડનમાં કન્વર્ટ કરી ત્યાં સુગંધનું સરનામું રોપીએ છીએ.  હમણાં શિયાળો ચાલી રહ્યો છે અને હવે વસંત પંચમી પણ આવશે. લાલ-લીલા-પીળા-ભૂરા બધા જ રંગોના ફૂલોથી જાણે ઇશ્વર આ પૃથ્વીના કેનવાસ પર મજાનું ડ્રોઇંગ દોરી જશે. સુરત મ્યુનિસપિલ કોપોઁરેશન દ્વારા શરૂ થઇ રહેલા બુક ફેરમાં બાગાયત મેળો પણ યોજાયો છે. આ બાગાયત મેળામાં ફ્લાવર અરેંજમેન્ટ કરાતું હતું ત્યારે કેટલાક સુરતીઓ એકઝીબશિન શરૂ થયા પહેલા જ ફૂલોની સુગંધને પોતાના ઘરે લઇ આવવા પહોંચી ગયા હતા.

No comments:

Post a Comment