Tuesday 21 January 2014

પ્રથમ વિશ્વ યુદ્ધમાં મહિલાઓ પણ 'મોરચે' હતી


PHOTOS: પ્રથમ વિશ્વ યુદ્ધમાં મહિલાઓ પણ 'મોરચે' હતી
પ્રથમ વિશ્વયુદ્ધ વખતે મહિલાઓની ભૂમિકાની જવલ્લેજ જોવા મળેલી તસવીરો સામે આવી છે. આ તસવીરોમાં મહિલાઓ ફેક્ટરીઓમાં ઓઇલ કેક (ખોળ), ખાવા માટેનું અનાજ અને અગ્નિશામક એવું એસ્બેસ્ટોસ બનાવતી નજરે પડે છે. આ તસવીરો ઇંગ્લેન્ડમાં લેન્કશાયરથી મર્સીસાઇડ સુધી પથરાયેલા ઔદ્યોગિક વિસ્તારોમાંથી લેવાયેલી છે. આ તસવીરો દેશનાં સત્તાવાર ફોટોગ્રાફર જીપી લેવિસે લીધેલી છે, જે ભારે ઉદ્યોગોની ફોટોગ્રાફી કરવામાં નિષ્ણાત હતા. ખાસ કરીને તેઓ બ્રિટનમાં ગ્લાસ, વાહનો અને ફૂડ ફેક્ટરીઓમાં મહિલા કર્મચારીઓની ફોટોગ્રાફી કરતા હતા.

માન્ચેસ્ટરમાં હાલ ઇમ્પિરીયલ વોર મ્યુઝિયમમાં યોજાયેલા એક પ્રદર્શનમાં મૂકવામાં આવેલી આ તસવીરો દર્શાવે છે કે યુદ્ધનાં સમયની જિંદગીએ કેવી રીતે સમાજને આકાર આપ્યો, જેમાં આજે આપણે રહીએ છીએ. પ્રદર્શન સપ્ટેમ્બર સુધી ચાલશે.

પહેલી વિશ્વ યુદ્ધને આ વર્ષે એક સદી પૂરી થઇ રહી છે ત્યારે આ પ્રદર્શનમાં મ્યુઝિયમનાં મુખ્ય દ્વારની બહાર 16 ફીટ ઉંચા બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફ્સ મૂકવામાં આવ્યા છે.

આ પ્રદર્શનમાં મુલાકાતીઓ યુદ્ધનાં અવાજને, સૈનિકો વચ્ચેની ગુસપુસને, તેમનાં ગીતોને અને તેમનાં દ્વારા પકવાતા માંસનાં અવાજને સાંભળી શકે છે. કે પછી એક ટેબલ પર બેસી શકે છે, જે દર્શાવે છે કે યુરોપમાં લડતા સૈનિકો સુધી ખાવાનું કેવી રીતે પહોંચાડવામાં આવતું હતું.
ફોટોગ્રાફર જીપી લેવિસ તેમની સ્વયંસ્ફૂર્ત અને માનવીય પદ્ધતિ માટે જાણીતા હતા. તેમનાં ફોટોગ્રાફ્સ હોરાસ નિકોલસનાં ઔપચારિક ફોટોગ્રાફ્સથી અલગ પડતા હતા.

પ્રથમ વિશ્વ યુદ્ધની પરિસ્થિતિ બહુ ભયાનક હોવા છતાં 20મી સદીની શરૂઆતમાં બ્રિટનની ગરીબીમાં તો ઘણા સૈનિકો માટે તેમનાં ઘર કરતા આર્મીમાં રહેવું સલામત હતું. તેમને દિવસમાં એક વાર તો ભોજનમાં માંસ આપવાં આવતું જ, જે તેમનાં પરિવાર સાથે તેઓ ભાગ્યે જ લઇ શકતા.

જે લોકોએ  ઘરે જ રહેવાનું આવતું, તેમનાં માટે યુદ્ધનાં પડઘા બહુ ગંભીર હતા. આ પરિસ્થિતિને પગલે મહિલાઓનાં હકોનો મુદ્દો ઉભો થયો. પોતાની આખી જિંદગી ઘરોમાં જ કાઢી નાંખનાર પત્નીઓને તરત જ સશક્ત બનાવી દેવાઇ. તેમને એવા કામ આપવામાં આવ્યા, જે પહેલા ફક્ત તેમનાં પતિ જ કરતા હતા.

ઇંગ્લેન્ડમાં મોટા ભાગની મહિલાઓને 1918માં મતાધિકાર આપવામાં આવ્યો, જ્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ પુરું થયું હતું. જો કે 30 વર્ષથી ઓછી વયની સ્ત્રીઓને આ અધિકાર મળવામાં બીજા 10 વર્ષ લાગી ગયા હતા.PHOTOS: પ્રથમ વિશ્વ યુદ્ધમાં મહિલાઓ પણ 'મોરચે' હતીPHOTOS: પ્રથમ વિશ્વ યુદ્ધમાં મહિલાઓ પણ 'મોરચે' હતી
મહિલા માન્ચેસ્ટરમાં આવેલી ચાર્લ્સ મેશિન્ટોશ એન્ડ સન્સ રબર ફેક્ટરીમાં ટાયર બનાવવાનું કામ કરી રહી છે.
PHOTOS: પ્રથમ વિશ્વ યુદ્ધમાં મહિલાઓ પણ 'મોરચે' હતી
ગ્લાસ ફેક્ટરીમાં કામ કરતી મહિલા કાચની એક મોટો નળાકાર કાચ લઇને ઉભી છે.

No comments:

Post a Comment