Tuesday 28 January 2014

3G છોડો, 5Gની સ્પીડમાં એક સેકંડમાં જ ડાઉનલોડ થશે 800MBની ફિલ્મ

સ્માર્ટફોનની દુનિયામાં વિશ્વસાથે કનેક્ટ રહેવા માટે ઇન્ટરનેટની સ્પીડ સૌથી જરૂરી છે. ભારતમાં 2Gની સ્પીડ પર મોટાભાગના દેશમાં ઇન્ટરનેટ એક્સેસ કરી શકાય છે જ્યારે 3G સર્વિસ મોટા શહેરો સિવાય ક્યાંય અવેલેબલ નથી. જ્યારે 4Gના નામે ભારતમાં એન્ટ્રીતો મારી છે પણ જૂજ શહેરોમાં જ અવેલેબલ છે.
વૈશ્વિકલેવલે વાત કરીએ તો વિશ્વમાં ઘણી કંપનીઓ ઇન્ટરનેટ કનેક્શનમાં વધુ સ્પીડ ક્યારે મળે તેની શોધ કરી રહ્યા છે. તેવામાં સાઉથ કોરિયાએ 4G સ્પીડથી પણ આગળ એવી 5G ઇન્ટરનેટ સ્પીડ પર કામ શરૂ કરી દીધું છે. તે માટે કોરિયન સરકારે દોઢ અરબ ડોલર (93 અરબ ડોલર) ઇન્વેસ્ટ કરવાનો નિર્ણય લીધો છે. 5Gને કારણે મોબાઇલ કોમ્યુનિકેશનની સ્પીડમાં એક હજાર ગણો વધારે આવશે.
3G છોડો, 5Gની સ્પીડમાં એક સેકંડમાં જ ડાઉનલોડ થશે 800MBની ફિલ્મ
હાલમાં અવેલેબલ એવી 4Gની સ્પીડને કારણે 800 એમબીની મૂવી ડાઉનલોડ થવામાં 40 સેકન્ડનો સમય લાગે છે, પરંતુ 5Gની સ્પીડમાં મૂવીને ડાઉનલોડ થવામાં માત્ર એક જ સેકન્ડનો સમય લાગશે. સાઉથ કોરિયાની 82.7 ટકા વસ્તી ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે અને 78.5 ટકા વસ્તી સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે.
સાઉથ કોરિયા અનુસાર, 5Gની ટ્રાયલ 2017 સુધીમાં થઇ જશે અને 2020માં આખા દેશમાં 5Gની સ્પીડ મળશે. જાણકારોનું માનવું છે કે, 5G સ્પીડને કારણે સાઉથ કોરિયા અમેરિકા સહિતના ટોચના દેશોને ટક્કર આપશે. ખાસ વાત એ છે કે, સાઉથ કોરિયામાં હાલમાં અવેલેબેલ સ્ટ્રક્ચરમાં ટેક્નોલોજીનો સુધારો અત્યંત સરળતાથી અને સસ્તામાં થઇ જશે. સાઉથ કોરિયામાં ઇન્ટરનેટની એવરેજ સ્પીડ 17.5 એમબીપીએસ છે.

No comments:

Post a Comment