Wednesday 22 January 2014

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનકડકડતી ઠંડી, ધોમ ધખતો તાપ કે પછી ધોધમાર વરસાદમાં હોય છતાં શરીર પર કોઈ વસ્ત્રો પહેર્યા વિના દિગંબર અવસ્થામાં ધૂણો ધખાવી બેઠેલા અઘોરી અને નાગા સાધુઓની પાસે પણ જતાં સામાન્ય લોકોને ડર લાગી જાય. પરંતુ વડોદરાના એક ધનવાન પરિવારની હાઇ એજ્યુકેટેડ યુવતીએ આવા અઘોરી અને નાગા બાવાઓ કેવી રીતે સાધના કરે છે, કેવી રીતે જીવન ગુજારે છે તેના પર રૂબરૂ જઇને સંશોધન કર્યું છે.

સામાન્ય રીતે સમાજમાં એવી વાતો પ્રચલિત હોય છે કે અઘોરીઓ માંસ, મદિરા અને મૈથુનમાં રચ્યા પચ્યા રહેતા હોય છે પરંતુ વડોદરાના ઇલોરાપાર્ક વિસ્તારમાં રહેતી 28 વર્ષની યુવતી પલના પટેલે જૂનાગઢની ગુફાઓ, કુંભના મેળા, કાશી, બનારસમાં દિવસો સુધી રોકાણ કરીને નોંધ્યું કે ખરેખરમાં આ બાવાઓ હઠ યોગ દ્વારા પોતાના શરીરને કષ્ટ આપીને સિદ્ધિ હાંસલ કરવાના અનુષ્ઠાનમાં વ્યસ્ત હોય છે.

અઘોરી અને નાગા બાવાઓ પર સંશોધન વિશે વાત કરતાં 28 વર્ષની એડવોકેટ પલના પટેલે જણાવ્યું હતું કે, અધોરીઓ પર સંશોધન કરનાર સાંભળીને મોટાભાગે બધાના મનમાં વિચાર આવે કે હું કોઈ ધાર્મિક અનુષ્ઠાન કરતાં પરિવાર સાથે સંબંધ ધરાવતી હોઇશ પરંતુ એવું નથી. અમારા ઘરમાં સામાન્ય લોકોની જેમ જ મંદિરમાં પૂજા અર્ચના થાય છે અને મોકો મળે ત્યારે સહેલીઓ-મિત્રો સાથે પાર્ટીઓ પણ જાઉ છું અને ડાન્સ કરી મજા માણુ છું. સમય મળે ત્યારે હું નડિયાદ સ્થિત સંતરામ મંદિરે દર્શન કરવા જાઉ છું. એક વખત મંદિરે દર્શન કરવા દરમિયાન મારા ગુરુ નારાયણદાસજી મહારાજ સાથે જીવ, શિવ અને સત્સંગની વાતો કરતાં કરતાં અધોરીઓના જીવન વિશે જાણવાનું બીડુ ઝડપી લીધું.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનઅઘોરીઓ વિશે જાણવા જૂનાગઢ, હરિદ્વાર, કુંભના મેળાની મુલાકાત લીધી

પલના પટેલે જણાવ્યું કે, અઘોરી અને નાગા સાધુઓ વિશે જાણવા માટે મેં જૂનાગઢમાં દર વર્ષે આયોજીત થતાં શિવરાત્રીના મેળા, હરિદ્વારા અને અલહાબાદમાં યોજાયેલા કુંભના મેળામાં અધોરીઓ પાસે જઇને કોઈપણ ડર રાખ્યા વિના તેમના જપ, તપ, તંત્ર, મંત્ર, સાધનાઓ વિશે જાણ્યુ છે. 

એક અઘોરીના જણાવ્યા અનુસાર અઘોર સાધના એ કોઈ મેલી વિદ્યા નથી પરંતુ ભક્તિઓ જ એક પ્રકાર છે. જેમ સામાન્ય વ્યક્તિ મંદિરમાં ભગવાનને ફૂલ, પ્રસાદી ચડાવી ભગવાનના નામની માળા જપે છે તેમ અઘોર પંથમાં અઘોરી પોતાના શરીરને કષ્ટ આપીને ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરે છે અને આ સાધના ગુરૂ દ્વારા આપવામાં આવેલા મંત્ર અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવે છે.

50 વર્ષ જીવેલા તેલંગસ્વામી કાશિશ્વનાથ મહાદેવ પર પોતાના મળમૂત્રથી કરતા અભિષેક  

પલનાએ બનારસ ખાતે એક અઘોરી સાથે થયેલી મુલાકાત અંગે જણાવ્યું હતું કે, હું અઘોરી વિશે જાણવા માટે બનારસ ગઇ હતી. ત્યાં ગંગાના કિનારે એક અઘોરી સાથે મુલાકાત થઇ. સામાન્ય રીતે અઘોરીઓ લોકો સાથે વાતચીત કરવાનું ટાળતા હોય છે પરંતુ તેમના જીવન અંગે જાણવાની જીજ્ઞાસા જોઈ તે અઘોરીએ કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ પર એક અઘોરી પોતાના મળમૂત્રથી અભિષેક કરતાં તેવી માહિતી આપી હતી. અઘોરીના જણાવ્યા અનુસાર આ અધોરીનું નામ તેલંગ સ્વામી હતું અને તેઓ લગભગ 370 વર્ષ સુધી જીવ્યા હતાં અને તેમનું વજન 130 કિલો હતું. તેઓ 1008 મણકાની માળાથી જપ કરતાં. તેલંગ સ્વામી વિશે જાણવા મળે છે કે તેઓ મૂળ ઉત્તર પ્રદેશના કનોજ વિસ્તારના બ્રાહ્મણ હતાં, તેઓ જ્યારે 12 વર્ષનાં હતાં ત્યારે તેમની માતાનું મોત થતાં માતાના અંતિમ સંસ્કાર કરી તેઓ સ્મશાનમાં જ બેસી ગયા અને 25 વર્ષ સુધી સ્મશાનમાં રહીને સાધના કરી.

આ દરમિયાન દક્ષિણ ભારતના તેલંગણા વિસ્તારમાંથી આવેલા એક સાધુ આ સ્મશાનમાંથી પસાર થયા અને તેમની નજર આ સાધના કરતાં યુવક પર પડી, તેમણે તેને શિષ્ય બનાવી લીધો અને ગુરૂમંત્ર આપ્યો, ત્યારથી તેઓ તેલંગ સ્વામી તરીકે ઓળખાયા. ગુરૂમંત્ર બાદ તેલંગ સ્વામીએ 25 વર્ષ પોતાની ચારે તરફ અગ્નિ પ્રગટાવી સાધના કરી, 50 વર્ષ ગંગા નદીના પાણીમાં બેસીને સાધના કરી અને ત્યાર બાદ 100 વર્ષ સુધી તો તેઓએ મૌન રહી સાધના કરી. જ્યારે પણ તેલંગસ્વામી કાશિ વિશ્વનાથ મંદિરના દર્શને આવતા ત્યારે પોતાના મળમૂત્રથી અભિષેક કરતાં અને આજે પણ બનારસમાં આ તેલંગ સ્વામીના ઘણા કિસ્સાઓ પ્રચલિત છે.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનનાગા સાધુ બનવા તંગતોડ વિધિ ફરજીયાત

બીએ બાદ એલએલબીનો અભ્યાસ કરતી એડવોકેટ બનેલી પલનાએ તેલંગસ્વામી વિશે વધુમાં ઉમેર્યું હતું કે, તે અઘોરીએ જણાવ્યું કે અઘોર સાધનામાં ખંદ-મંદ-યોગ કરવામાં આવે છે. આ યોગ વિશે રામાયણમાં જાણવા મળે છે જેમાં રાવણ આ સાધના કરતો. રાવણ શિવજીને પ્રસન્ન કરવા માટે પોતાનું માથુ કાપીને અગ્નિમાં હોમી દેતો જેને ખંદ-મંદ-યોગ કહેવાય છે. તલંગ સ્વામી વિશે કહેવાય છે કે તેઓ એક ખંદ યોગ કરતાં જેમાં તેઓ હાથ કે પગના અંગ કાપી નાખતા અને 12 કલાક પછી ફરી જોડી દેતા. અઘોરીએ જણાવ્યુ હતું કે આવી રીતે નવખંદ યોગ પણ હોય છે જેમાં શરીરના બધા અંગ કાપી હોમી દેવામાં આવતા હોય છે પરંતુ આવો યોગ કરવો કળિયુગના માનવી માટે શક્ય નથી.  પલના પટેલના જણાવ્યા અનુસાર અઘોરી સાધના સમયે મુખ્ય પાંચ વસ્તુઓનું ખાસ ધ્યાન રાખે છે: સ્થાન, સમય, સંખ્યા, સામગ્રી, સંયમ (બ્રહ્મચર્ય)

અલ્હાબાદ ખાતે યોજાયેલા કુંભમેળાની મુલાકાતનો અનુભવ વર્ણવતા પલનાએ જણાવ્યું કે, કુંભના મેળામાં ઘણા લોકો નાગા સાધુ બનતા હોય છે, નાગા બાવા બનવું કોઈ આસાન કામ નથી.  નાગા બાવા બનતા પહેલા કઠિન પરિસ્થિતિઓમાંથી પસાર થવું પડે છે અને તેમાં તંગ તોડ વિધી સૌથી રસપ્રદ છે.  નાગા બાવા બનવા માટે આ વિધિ કરાવવી ફરજીયાત છે. આ વિધિમાં સાધુ બનવા સિવાય કોઈ અન્ય વ્યક્તિઓને હાજર રહેવા દેવામાં આવતી નથી પરંતુ અખાડા એક મહંતના કહેવાથી મને આ વિધિ રૂબરૂમાં જોવા મળી. નાગા સાધુ બનવા માંગતા પુરૂષોને આ માટે ગુરૂના આદેશથી આખી રાત નગ્ન સ્થિતિમાં ગળા સુધી ગંગા નદીના પાણીમાં ઉભા રાખવામાં આવે છે, વહેલી સવારે અખાડાના મહંત ગંગા નદીમાં ઉતરે છે અને આ સાધુ બનવા માંગતા લોકોની તંગ તોડ વિધિ કરી છે, જેમાં મહંત પાણીમાં ઉભેલા શિષ્યની આંખમાં આંખ મિલાવી શક્તિપાત કરે છે અને ત્યાર બાદ તેના ગુપ્તાંગને પોતાના હાથથી ઝાટકો મારી ગુપ્તાંગની એક નસ તોડી નાખે છે. આ વિધિ કરવાનો ઉદ્દેશ્ય વ્યક્તિમાં રહેલા તેજ (વીર્ય)ને ઉર્ધ્વગતિ આપી તેના તેજથી સિદ્ધિઓ હાંસલ કરવાનો છે. તંગ તોડ વિધિ બાદ ગુરૂ શિષ્યને મંત્ર આપે છે અને વિહાર કરવા માટે આદેશ આપે છે. અખાડાના મહંત પોતાના શિષ્યોને પુત્ર સમાન જ માને છે.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનવડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનઅઘોરીઓ શિવલતા મુદ્રામાં કરે છે સંભોગ

અઘોરીઓ વિશે પલના પટેલે કહ્યું હતું કે, અઘોરી પંથના એક મહંતના જણાવ્યા અનુસાર માણસમાં તમસ, રજ અને સતોગુણ હોય છે. અઘોર સાધનામા આવનાર વ્યક્તિ જો તમોગુણી હોય તો તેને પ્રારંભમાં પંચકરાની સાધના કરાવાય છે જેમાં માંસ, માછલી, મુદ્રા (સેકેલુ અનાજ), મદિરા અને મૈથુન (સ્ત્રી સાથે સંભોગ) કરાવાય છે. તામસિક પ્રકૃતિના વ્યક્તિની માનસિક શક્તિ મંદ હોય છે જ્યારે અઘોર સાધના કરતાં વ્યક્તિનું મગજ એટલી હદ સુધી સક્રિય હોવું જરૂરી છે કે તે ભગવાને બનાવેલા વિશ્વના રહસ્યોને જાણી શકે. પંચકરાથી માનસિક સ્થિતિને ઉત્તેજીત કરવામાં આવે છે. જોકે, આ વિધિ સામાન્ય અઘોરી કરી શકતો નથી તેના માટે ગુરૂનું માર્ગદર્શન અને ખાસ મંત્રોનો ઉચ્ચાર કરવામાં આવે છે. આ વિધિ દરમિયાન ઘઉ, માંસ, મદિરા સહિતની સામગ્રી અગ્નિમાં હોમવામાં આવે છે તથા શિવલતા મુદ્રામાં સંભોગ કરવામાં આવે છે અને અઘોરી શિવ તથા સ્ત્રી પાર્વતીની આરાધના કરે છે.
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનકાળીચૌદસના દિવસે અઘોરીઓ આત્માને વશમાં કરે છે

કાળીચૌદસે થતી અઘોર સાધના વિશે પલના પટેલે જણાવ્યું કે, અઘોર સાધના માટે કાળી ચૌદશ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ રાત્રે અઘોરીઓ ભટકતી આત્માઓને પોતાના વશમાં કરી મનગમતા કામ પાર પાડે છે. અઘોરી આ સાધનામાં પાંચ માનવ ખોપરીઓનો ઉપયોગ કરે છે. ચાર ખોપરીઓ ચાર દિશામાં જ્યારે એક ખોપરી વચ્ચે મુકે છે. ચાર ખોપરીઓની વચ્ચે પડતી જગ્યાઓમાં પણ પ્રાણીઓની એક-એક ખોપરી મૂકવામાં આવે છે. કેવી સિદ્ધી હાંસલ કરવી છે તેના આધારે પ્રાણીનું મુંડ પસંદ કરવામાં આવે છે. જોકે, આ સાધના અઘોરી તેની ગુરૂની આજ્ઞા અને માર્ગદશન બાદ જ કરી શકે છે નહીં તો તેના વિપરિત પરિણામ આવે છે.
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનઆત્માઓ અઘોરીઓ પર કરે છે પથ્થરમારો

સ્મશાનમાં થતી શબ સાધના વિશે પલના પટેલે જણાવ્યું કે, સંશોધનમાં જાણવા મળ્યુ કે સ્મશાનમાં થતી શબ સાધનામાં અઘોરી માટે સૌથી વધુ જોખમ રહેલા છે. આવી સાધનાઓ માટે ખાસ કરીને કુંવારી યુવતી-બાળકીના મૃતદેહની પસંદગી કરાય છે. અઘોરીઓ ઘણી વખત આ મૃતદેહ પર બેસીને પણ મંત્રોચ્ચાર કરી સાધના કરે છે. આ સાધના દરમિયાન પેદા થતી નેગેટિવ એનર્જીને કન્ટ્રોલ કરવી સૌથી મુશ્કેલ બાબત છે, ઘણી વખત તો શબ ઉભુ થઇ જવાના બનાવો પણ બને અને આ સ્થિતિ સૌથી ભયાજનક હોય છે, કાચા હ્રદયનો માણસ હોય તો આવી સ્થિતિ જોઈને તેનું મોત થઇ શકે છે. તાંત્રિકો શબ સાધના સમયે મદિરાનું સેવન કરે છે જેથી નેગેટિવ એનર્જીને કાબુ રાખી શકાય. અઘોરીઓ સ્મશાનને 'શહેરે ખામોસ' કહે છે. અઘોરીના મત અનુસાર અહીં આત્માઓ રહેશે છે પરંતુ સ્મશાનવત શાંતિ હોવાથી તેને શહેરે ખામોસ કહેવાય. ઘણી વખત શબ સાધના સમયે સ્મશાનમાં તાંત્રિકો પર પ્રેતાત્માઓ દ્વારા પથ્થર ફેંકવાની ઘટનાઓ પણ બને છે, પથ્થરો ફેંકવા પાછળનો આત્માનો ઉદ્દેશ અઘોરીને ત્યાંથી દૂર ખસેડી મૂકવાનો હોય છે.

કુંભ મેળાની મુલાકાતને યાદ કરતાં પલનાએ જણાવ્યું હતું કે કુંભના મેળામાં હઠ યોગ કરતાં ઘણા સાધુઓ જોયા, જેમાં એક નાગા સાધુએ 30 વર્ષથી પોતાનો હાથ ઉંચો રાખ્યો છે, તો ત્રણેક સાધુઓએ 10 વર્ષથી વધુ સમયથી પોતાનો એક હાથ ઉંચો રાખ્યો છે. એક એવો પણ નાગા સાધુ હતો જેને ખડેશ્વરબાબા તરીકે ઓળખવામાં આવતો. આ નાગા સાધુ વર્ષોથી માત્ર એક જ પગ પર ઉભો છે અને પરમતત્વને પામવા આવો યોગ કરી રહ્યો છે.
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનનાગા બાવાએ નજર સામે કર્યો ચમત્કાર

બનારસ મુલાકાત દરમિયાન એક નાગા બાવા સાથે થયેલી પોતાની મુલાકાત વર્ણવતા પલના પટેલે જણાવ્યું કે "નાગા બાવાઓ વિશે જાણવા માટે હું બનારસ ગઇ હતી, ત્યા એક સાધુએ બને કહ્યું બેઠ બેટા દેખ મેં તુંજે કુછ દિખા હું. આમ કહી તેણે તેની બાજુમાં પડેલો એક નાનો છોડ (નાનો રોપો) હાથમાં લીધો અને આકાશમાં સૂર્ય સાથે નજર મિલાવી છોડને પોતાની મુઠ્ઠીમાં બંધ કરી દીધો, જ્યારે તેણે મુઠ્ઠી ખોલી તો જાણે જાદુ કે ચમત્કાર થયો હતો, હાથમાં છોડની બદલી મરઘીનું નાનું બચ્ચુ હતું અને આ બચ્ચુ આ બાવાએ રસ્તે જતાં એક અજાણ્યા વ્યક્તિને લે બચ્ચા પ્રસાદ હે! કહી ને આપી દીધું. આ ઘટના મારા માટે ચમત્કારથી કમ ન
હતી."વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધનહઠયોગીઓ આરોગે છે મૃતદેહની ખોપડીનું માંસ

હાઇ એજ્યુકેટેડ યુવતી પલનાએ જણાવ્યું કે, વારાણસીનો મણિકર્ણિકા ઘાટ પ્રસિદ્ધ છે અહીં મોટી સંખ્યામાં લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવે છે. એવી માન્યતા છે કે અહીં જેના પણ અંતિમ સંસ્કાર કરવામાં આવે તેને મોક્ષ પ્રાપ્ત થાય છે. જેના કારણે અહીં અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગેલી હોય છે અને મૃતદેહને મુખાગ્નિ આપ્યાની ગણતરીની મિનિટોમાં જ મૃતદેહને પાણીમાં ઘકેલી દેવામાં આવે છે. કેટલાક હઠયોગીએ એવા પણ છે જે પરમતત્વ (શિવ)ને પામવા અને પ્રસન્ન કરવા માટે આ મૃતદેહોની ખોપડીઓમાં રહેલું માંસ આરોગે છે, તો કેટલાક અઘોરી અને નાગા બાવા મૃતદેહોની ખોપરીઓ લઇ જઈ જીવનભર તેને જ પોતાનું જમવાનું પાત્ર (વાસણ) બનાવી તેમાં ભોજન કરે છે.
 
 

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
અઘોરી નથી લાગતા બિહામણા, ક્યારેય નથી કર્યું અભદ્ર વર્તન

પલના પટેલે જણાવ્યું હતું કે, સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા પ્રવર્તે છે કે અધોરી અને નાગા બાવા બિહામણા હોય અને લોકો પર જાદુટોણા કરી નાંખે છે. પરંતુ હું આવા તાંત્રિકો અને નાગા સાધુઓ સાથે પાંચ વર્ષથી વધુ સમયથી સમય મળે ત્યારે મુલાકાત કરુ છું પરંતુ મને તેઓ ક્યારેય ડરામણા નથી લાગ્યા કે તેમણે મારી સાથે ક્યારેય અભદ્ર વર્તન કે વાત નથી કરી.  આ નાગા સાધુઓ અને અઘોરીઓ પોતાની સાધના અને ઇશ્વરને પ્રાપ્ત કરવામાં સતત હઠયોગ કરતા રહે છે.

તાજેતરમાં યોજાયેલા કુંભ મેળાની મુલાકાત વિશે પલનાએ જણાવ્યું કે, કુંભના મેળામાં સૌથી વધુ નાગા બાવાઓ જોવા તથા તેમના વિશે જાણવા મળે છે, તાજેતરમાં યોજાયેલા કુંભ મેળાની પણ એક અઠવાડિયા ત્યાં રોકાણ કરીને મુલાકાત લીધી હતી. આ દરમિયાન નાગા બાવાઓના અખાડાઓ દ્વારા કરવામાં આવતા સામૂહિક સ્નાનનો નજારો ક્યારેય ભૂલી ન શકાય તેવો હતો. કુંભના મેળામાં ભારતીયો સહિત ઘણા બધા વિદેશીઓ પણ ભારતીય સંસ્કૃતિ અને હિન્દુ ધર્મ તથા નાગા સાધુઓ વિશે જાણવા ઘણી મોટી સંખ્યામાં અહીં આવે છે.

વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન  
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 
વડોદરાની કરોડપતિ મોર્ડન યુવતીએ અઘોરીઓ સાથે રહી કર્યું સંશોધન 

No comments:

Post a Comment