Tuesday 28 January 2014

અમેરિકામાંથી 163 ભારતીય વૈદિક પંડિતો ગાયબઃ રિપોર્ટ

ઉત્તર ભારતના ગામડાઓમાંથી અમેરિકા લવાયેલા લગભગ 163 જેટલા વૈદિક પંડિત મહર્ષિઓ વૈદિક સિટીમાંથી ગત વર્ષે ગાયબ થઈ ગયા હતા, તેમ એક મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું હતું.

શિકાગોના હાય ઈન્ડિયા સાપ્તાહિકના અહેવાલ મુજબ વૈદિક પંડિતોને ખૂબ જ ખરાબ સ્થિતિમાં રાખવામાં આવતા હતા. આ પંડિતોને કલાકના 75 સેન્ટ કરતાં પણ ઓછું વેતન અપાતું હતું.

આ પંડિતો સપના સાકાર કરવા અથવા કોઈક હેતુ સાથે અમેરિકા આવ્યા હતા. જો કે મહર્ષિ વૈદિક સિટીમાંથી આ અંગે કોઈ પ્રતિભાવ મળ્યા નથી. જ્યાં 1050 પંડિતો છે.

મહર્ષિ યોગી સંસ્થા દ્વારા અનેક શિક્ષણ સંસ્થાઓ ચલાવવામાં આવે છે. ગાયબ થયેલા પંડિતોમાં એક 19 વર્ષનો સૌથી નાની વયનો પંડિત પણ છે. અહેવાલ મુજબ સંસ્થા પંડિતોની ખરાબ સ્થિતિની વાકેફ ન હતી.

નામ જાહેર ન કરવાની શરતે એક પંડિતે કહ્યું હતું કે શરૂઆતમાં તેમને એક રૂમમાં રાખવામાં આવે છે અને તેમની સાથે કરાર પણ કરાય છે. ઉપરાંત અનેક ખોટા વચનો પણ અપાયા હતા.

અમેરિકામાંથી 163 ભારતીય વૈદિક પંડિતો ગાયબઃ રિપોર્ટ

No comments:

Post a Comment