Tuesday 28 January 2014

ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ

ભારત પાસે નથી ખુદની રાયફલ પણ
સ્વદેશી વિમાનનો દાવો પાયાવિહોણો 
 
દેશના 65મા પ્રજાસત્તાક દિવસ પર દેશની રાજધાની નવીદિલ્હીમાં રાજપથ પર દેશે તેની તાકત, સમૃદ્ધિ અને સાંસ્કૃત્તિક વૈવિધ્યનું પ્રદર્શન કર્યું. આ દ્રશ્ય જોઈને કોઈપણ હિન્દુસ્તાનીની છાતી ગર્વથી પહોળી થઈ જાય. આમ છતાં, આપણે આપણી ખામીઓને પણ ન ભૂલવી જોઈએ. કોઈપણ દેશની સુરક્ષા અને સાર્વભૌમત્વને તેની સેના અક્ષત રાખે છે. તે દેશની તાકતનું પ્રતિક હોય છે. 
 
ભારતની સેનાએ અનેક વખત તેની બહાદુરીનો પરિચય લોકોને આપ્યો છે. ચીનને બાદ કરતા તમામ યુદ્ધ અને છૂટા-છવાયા છમકલામાં ભારતે વિજય હાંસલ કર્યો છે. ભારત મંગળયાન બનાવી શકે છે અને સુપર કોમ્પ્યુટર પણ બનાવ્યા છે. છતાં આજે પણ સૈન્ય બાબતોમાં આપણે સ્વનિર્ભર નથી. એટલે સુધી કે આપણી પાસે ખુદની આધુનિક રાયફલ નથી. બુલેટપ્રૂફ જેકેટ્સ બનાવીએ છીએ, પરંતુ તે વૈશ્વિક કક્ષાના નથી. પ્રથમ સ્વદેશી વિમાન તરીકે તેજસને ઓળખાવવામાં આવે છે, પરંતુ તે પણ સ્વનિર્મિત નથી. 
સૈન્ય સામાન-સરંજામ ક્ષેત્રે સંશોધનનું કામ કરતી ડીઆરડ઼ીઓએ 'અગ્નિ-5' મિસાઈલ બનાવી દીધી છે, પરંતુ આજે પણ આપણે આધુનિક રાયફલ નથી બનાવી શક્યા. આપણે એકે-47 અને ઈન્સાસ રાયફલ પર નિર્ભર છીએ. સંરક્ષણ નિષ્ણાત ભરત વર્માના કહેવા પ્રમાણે, આપણે મંગળ પર પહોંચવાનું યાન તો બનાવી લીધું, પરંતુ આધુનિક રાયફલ નથી બનાવી શક્યા. 
નથી શહીદ સ્મારક 
 
દુનિયાના દેશો તેના સૈનિકોની શહીદીને નમન કરવા માટે તથા યુદ્ધ ઈતિહાસને મૂર્ત સ્વરૂપ આપવા માટે યુદ્ધ સ્મારક તથા સૈનિક સ્મારક બનાવે છે. ભારતમાં ઈન્ડિયા ગેટ તથા અમર જવાન જ્યોતિને સૈનિક સ્મારક તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ તે વાસ્તવમાં બ્રિટન તરફથી લડતી વખતે માર્યા ગયેલા ભારતીય-બ્રિટિશ સૈનિકોના સન્માન માટે ઊભા કરવામાં આવેલા સ્મારકો છે. આપણી પાસે આપણું પોતાનું રાષ્ટ્રીય સ્તરનું કોઈ સ્મારક નથી. જે કમનસિબ બાબત છે.
ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ
ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ
વિજ્ઞાનક્ષેત્રની અનેક બાબતોમાં આપણે સફળતાની અનેક કહાણીઓ લખી છે, પરંતુ સંરક્ષણ ક્ષેત્રે આપણે સફળ નથી. લાઈટ ફાયટર પ્લેન 'તેજસ' માટે એવું કહેવામાં આવે છે કે, તેનું નિર્માણ ભારતે કર્યું છે. તે સ્વદેશી છે. વાસ્તવમાં તેજસના એન્જિનથી માંડીને બીજા મહત્વપૂર્ણ પાર્ટ્સને વિદેશથી આયાત કરવામાં આવ્યા છે. હજૂ સુધી એવા એકપણ વિમાનનું નિર્માણ ભારતે નથી કર્યું, જેના નટબોલ્ટથી માંડીને એન્જિન સુધીની તમામ બાબતો ભારતીય હોય. 
 
ખખડધજ છે ભારતીય હથિયારો 
 
પૂર્વ સેનાધ્યક્ષ માર્ચ 2012માં વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં વી.કે. સિંહે જૂના અને ખખડધજ હથિયારો અંગે ચિંતા પ્રગટ કરી હતી. વી.કે. સિંહે નોંધ્યું હતું કે, જો ભારત યુદ્ધમાં સામેલ થાય તેવા સંજોગો આવે તો પંદર દિવસથી વધારેનો ગોળાબારુદ આપણી પાસે નથી. એર ડિફેન્સનો 97 ટકા સામાન પુરાણો છે. ટેન્ક્સ પણ દુશ્મનોનો સામનો કરી શકે તેવા નથી રહ્યા. સંરક્ષણ નિષ્ણાત યુ.એસ. રૌઠોડ આ વાતને સ્વીકારે છે. તેમના કહેવા પ્રમાણે, મોટાભાગના હથિયારો પુરાણા છે અથવા તો જેટલા અસરકારક હોવા જોઈએ, તેટલા અસરકારક નથી.
ચાર સમસ્યાઓ: જે ભારતીય સેનાને ધકેલી રહી છે પાછળ

No comments:

Post a Comment